
ભાદરવા સુદ નોમના દિવસે વર્ષોની પરંપરા મુજબ મધ્ય ગુજરાત વીજ કંપનીની વિભાગીય કચેરી ડભોઇ ખાતે ભાદરવા સુદ નોમને ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ કલાકે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રૂપાલીબેન ઝવેરીના નેજા હેઠળ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તિ સભર માહોલ સર્જાયો હતો.


આ પવિત્ર પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપનીનો સમગ્ર સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો અને કથાની પૂર્ણાહુતિ બાદ પ્રીતિ ભોજન – પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપનીનો સમગ્ર સ્ટાફગણ, ટેકનિકલ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.