HomeUncategorizedશ્રી સમસ્ત પાંચ ગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા દ્વારાઅખો નોમ પર્વની કુળદેવી...

શ્રી સમસ્ત પાંચ ગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા દ્વારાઅખો નોમ પર્વની કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજીની પૂજા – અર્ચના સાથે શ્રધ્ધાપૂર્વક ઉજવણી

શ્રીમાળી સોની સમાજ દ્વારા ભાદરવા સુદ નોમના શુભ દિવસે પ્રસિદ્ધ આદી કવિ અખાની યાદગીરીમાં ઉત્સાભેર અખો નોમની ઉજવણી કરવામાં આવે છે. આદી કવિ અખો જેઓનું મૂળનામ અખા રહિયાદાસ સોની, જેઓ શરૂઆતનાં સમયમાં સોનીનો વ્યવસાય કરતાં હતા. જેઓ અમદાવાદ પાસેનાં જેતલપુરના વતની હતાં અને પાછળથી તેઓ અમદાવાદમાં ખાડિયાની દેસાઈ પોળમાં સ્થાયી થયાં હતાં.

સમાચારના વિડિયો જોવા માટે આપેલ લિંક ઉપર ક્લિક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો

તેઓ પ્રાચીન કાળમાં ગુજરાતી સાહિત્યની પોતાની રચનાઓથી અખા ભગત તરીકે પ્રસિધ્ધી પામ્યાં હતાં અને તેઓ ૧૭મી સદીમાં ગુજરાતી ભાષાનાં પ્રાચીન કવિઓ પૈકીનાં એક ગણાતાં હતાં. જેઓએ ગુજરાતી સાહિત્યમાં રચેલી રચનાઓ છપ્પા તરીકે પ્રચલિત બની હતી. અખો પોતે આત્મજ્ઞાની કવિ હતો અને પોતે જેવા છે, તેવા દેખાડવામાં જ માનતાં હતાં. પ્રપંચ અને ખોટાં આડંબરોના તેઓ ભારોભાર વિરોધી હતાં. આ મહાન કવિએ તે સમયે ચાલતી રૂઢિચુસ્ત પરંપરાઓ અને રીતરિવાજો ઉપર જોરદાર ચાબખા માર્યા હતાં. આ મહાન કવિની યાદગીરી તાજી રાખવા સમગ્ર સોની સમાજ દ્વારા પ્રતિવર્ષ અખો નોમની ઉજવણી કરવામાં આવે છે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આ અખો નોમના પવિત્ર દિવસે વડોદરા ખાતે શ્રી સમસ્ત પાંચગામ શ્રીમાળી સોની સમાજ દ્વારા કુળદેવી મહાલક્ષ્મી માતાજીની પૂજા – અર્ચના કરી ખૂબ ધૂમધામથી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત પાંચ ગામ શ્રીમાળી સોની સમાજનાં ૧૦૦૦ થી વધુ જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. સૌએ એકત્રિત થઈ શ્રધ્ધાપૂર્વક ઉત્સાહભેર ઉજવણી કરી, સમાજની એક્તા વધારવાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમાજે સાથે મળીને માતાજીની પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યાં હતાં. માતાજીની કૃપા હરહંમેશ જ્ઞાતિજનો ઉપર રહે તેવી પ્રાર્થના સૌએ એકત્રિત થઈ કરી હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન સૌ જ્ઞાતિજનોના સહકારથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખશ્રી વિષ્ણુભાઈ સોનીએ સૌ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર સમયમાં પણ સૌનો આવો જ સાથ – સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular