
(ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિસૅજન સંપન્ન)1
ડભોઈ શહેર તાલુકામાં ગણેશ ચતુર્થીથી બિરાજમાન અને આતિથ્ય માણી રહેલા ગણપતી બપ્પાએ આજે આનંદ ચૌદશના દિવસે ભાવભરી વિદાય લીધી છે. ડભોઈ શહેર – તાલુકાની ઉત્સવ પ્રેમી જનતાએ દશ દિવસ ગણેશજીનું પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આજે અનંત ચૌદશના દિવસે ડભોઈ નગરમાં પ્રથમવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું વિર્સજન થનાર છે. જેને લઈ નગરપાલિકાએ તંત્રએ પૂરતી તૈયારીઓ કરી છે.



૧૦૦ ઉપરાતં શ્રીજીની પ્રતિમાનું વિસૅજન
ડભોઈમા નાના – મોટા ૧૦૦ ઉપરાંત શ્રીજી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં કેટલાક ભકતોએ પાંચમાં દિવસે, સાતમાં દિવસે શ્રીજીની મૂર્તિઓનું વિર્સજન કરેલ પણ મોટાભાગની શ્રીજીની મૂર્તિઓનું આજે વિર્સજન થનાર છે. બપોર પછી શ્રીજી વિર્સજનની શરુઆત થઇ છે. જે મોડી રાત સુધી ચાલનાર છે ડભોઈ નગરનાં ઐતિહાસિક ટાવર ચોકમાં શ્રીજીની પ્રતિમાને આવકારવા ડભોઈના રાજકીય – સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

નગરના આગેવાનો દ્વારા શ્રીજીની સવારીનું ભવ્ય સ્વાગત કરાયું
ડભોઈ દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતા ( સોટ્ટા ) આ પ્રસંગે ખાસ હાજર રહયાં હતાં અને શ્રીજીની સવારીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. તેઓની સાથે ભાજપા અગ્રણીઓ શશીકાંત પટેલ, ડો.મહેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપનાં પ્રમુખ ડો. સંદિપ શાહ, નગરપાલિકાનાં પ્રમુખ બિરેન શાહ અને નગરસેવકો ઉપરાંત કોગ્રેસના અગ્રણી સુભાષભાઈ ભોજવાણી, શહેર પ્રમુખ સતિષ રાવલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં ડભોઈના ડી.વાય.એસ.પી. આકાશ પટેલનાં માર્ગદર્શન હેઠળ ડભોઈના પી.આઇ . ઝાલાએ, પોલિસ અને હોમગાર્ડઝના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. હાલ શાંતિપૂર્ણ માહોલમાં વિર્સજન ચાલી રહયું છે.


પોલીસ કમૅચારીઓ માટે ફૂડ પેકેટનું આયોજન
ડભોઇ પોલીસ સ્ટેશન પી.આઈ કિરપાલસિહ ઝાલા અને ડિ.વાય.એસ.પી આકાશ પટેલ દ્વારા પોલીસ સ્ટાફનાં કર્મચારીઓ માટે ૨૦૦ ઉપરાંત ફૂડ પેકેટનું સવાર – સાંજ વિતરણ કરવામાં આવ્યું હતું. મોહરમના તહેવારથી ડિસ્ટાફ નવીન ડ્રેસમાં સજ્જ જોવા મળ્યાં હતાં.
