Homeकारोबारડભોઈના પણસોલી વસાહત નજીક એક વાહનની ટક્કરે ઘવાયેલા અજાણ્યા આધેડનુ સારવાર બાદ...

ડભોઈના પણસોલી વસાહત નજીક એક વાહનની ટક્કરે ઘવાયેલા અજાણ્યા આધેડનુ સારવાર બાદ મોત.

ડભોઈ – બોડેલી ધોરીમાર્ગ ઉપર ગત તા-૨૮મી સપ્ટેમ્બરે અજાણ્યા વાહનની ટક્કરે કોઈ અજાણ્યા આધેડ ગંભીર રીતે ઘવાયા હતા. સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા.તેઓને સ્થાનિક રહીશો અને રાહદારીઓએ સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્યાર બાદ તેઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ડભોઈ પોલીસે મૃતકના પરિવારજનોની
શોધખોળ હાથ ધરી હતી. તેમજ ટક્કર મારી ફરાર થઈ ગયેલ ઇસમની પણ શોધખોળ હાથ ધરી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular