દેવ ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અંશાવતાર છે ધન્વંતરિને દેવ સ્થાન મળે એટલા માટે વિષ્ણુએ વરદાન આપ્યું હતું દ્વાપર યુગમાં બીજો જન્મ લેવો પડ્યો હતો. ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી હતી અને આયુર્વેદાચાર્ય તરીકે ખ્યાતિ મેળવી હતી. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.

આજરોજ ડભોઈ નગર અને તાલુકામાં એકજ આયુર્વેદ દવાખાનું આવેલ છે. કાર્યરત ડભોઈ વિભાગ આયુર્વેદ પ્રગતિ મંડળ સંચાલિત ડી.એમ.નારિયાવાળા આયુર્વેદિક હોસ્પિટલ ડભોઈ ખાતે ધનવંતરી પૂજન મંડળના કારોબારી સભ્ય ગોપાલભાઈ ખોડિયાવાલાએ પૂજન વિધિનો લાભ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના મુખ્યમંત્રી ગોપાલભાઈ એસ. શાહ (તણખલાવાળા), સહમંત્રી કાન્તિભાઈ સી. સોલંકીની, પૂર્ણિમાબેન દવે,પંડ્યા સાહેબ વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સહમંત્રી બાબુભાઈ જે. શાહ ઉર્ફે છેલા બાબુએ પંડિતની હાજરીમાં પૂજાવિધિમાં બેસી ભગવાન ધનવંતરીની પૂજા કરી હતી અને ડભોઈ નગર અને તાલુકાનાં નાગરિકોનું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે તેવા શુભ આશયથી આ ધાર્મિક પૂજા સંપન્ન કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.

