
કવાંટ વણિક સમાજ, વડોદરાનાં સ્નેહ, સેવા, સમર્પણને વરેલા પ્રમુખ રાજેશ રતનલાલ પરીખ ( વલ્લભ સ્ટીલવાળા – ભામાશા )દ્વારા તમામ જ્ઞાતિજનો માટે તારીખ ૨૩/૧૧/૨૦૨૪ ને શનિવારના રોજ સાંજનાં ૫:૦૦ કલાકે વલ્લભફાર્મ હેતમપુરા, ડભોઇ રોડ, આંબાવાડીની બાજુમાં યોજાનાર છે. જે અંતર્ગત સ્નેહમિલનમાં સંગીત સંધ્યા, હાઉસી ઓફ હારમોની, યુવા ગાયક આકાંક્ષા શાહ, ઉપરાંત રમુજી રમતો, અને સાંસ્કૃતિક પ્રોગ્રામનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. હેતમપુરા ફાર્મ હાઉસ ઉપર જવા માટે સુખધામ હવેલી ખાતેથી બપોરના ૪:૩૦ કલાકે બસની વ્યવસ્થા પણ સૌ જ્ઞાતિજનો માટે કરેલ છે. આ સંમેલનમાં સ્નેહમિલનમાં માદરે વતન કવાંટથી પણ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળેલ છે.
