HomeUncategorizedપાટણ ખાતેનાં શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા દ્રિદિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન

પાટણ ખાતેનાં શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા દ્રિદિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન

તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં પ્રભુશ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, પાટણ દ્વારા આયોજિત પ્રભુનાં અલૌકિક મનોરથ, પુસ્તક વિમોચન, તપસ્વી યુગલ પવિત્ર જીવન યાત્રા મહોત્સવ વિગેરે કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. જે અંતર્ગત તારીખ 4 -1- 25 શનિવારના રોજ સવારે 10-00 કલાકે પૂજ્યશ્રીનું સામૈયા દ્વારા સ્વાગત, 10-30 કલાકે શ્રીકૃષ્ણ ભંડાર નું ખાત મુહૂર્ત પૂજ્યશ્રીના કરકમલો દ્વારા, રાજભોગમાં 12-00 કલાકે ચાંદીના બંગલાના પ્રભુના અલૌકિક દર્શન , સાંજના 5-00 થી8-00 કલાકે સંગીત સંધ્યા અને દીપદાન મનોરથ દર્શન, ‌મહાપ્રસાદનું આયોજન ,તારીખ 5 -1- 25 ને રવિવારના રોજ પૂજ્ય શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી ના અધ્યક્ષ હેઠળ પુસ્તક વિમોચન સમારોહ ,તપસ્વી યુગલ પવિત્ર જીવન યાત્રા મહોત્સવ નો કાર્યક્રમ સવારે 10-00 કલાકે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય હોલ પાટણ ખાતે રાખેલ છે.

ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રી ઉદ્યોગ અને રોજગાર બળવંતસિંહ રાજપૂત, મુખ્ય મહેમાન રાજયોગીની બ્રહ્માકુમારી સુષ્મા દીદી, નીલમ દીદી અંગદાનના પ્રણેતા ડૉ વ્યોમેશ. એમ .શાહ. પૂર્વ સચિવ આર .આર .રાવલ ઉપસ્થિતિમાં યોજાનાર છે . પૂ શ્રી વૈષ્ણવોને સવારના 7-00 કલાકે બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન કરશે, સાંજના 5-00 કલાકે પૂજ્ય શ્રી ને‌ કેસર સ્નાન, 6-00 કલાકે પ્રભુના લાલ ઘટા ના અલૌકિક મનોરથ દર્શન નું આયોજન કરવામાં આવેલ હોવાનું કૌશિક ભાઈ સોની દ્વારા જણાવેલ છે. તો સકલ વૈષ્ણવ સૃષ્ટિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા વિનંતી અને આમંત્રણ છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular