HomeUncategorizedશ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 - 25 માં...

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 – 25 માં કોમર્સ કોલેજ ડભોઇ ચેમ્પિયન.

શ્રીમતી એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ ડભોઈ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની ફાઈનલ સ્પર્ધા આજરોજ સવારે 10:00 કલાકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર તથા કોમર્સ કોલેજ- ડભોઈ વચ્ચે યોજાઈ હતી. સ્પર્ધાની શરૂઆત વડોદરા જિલ્લા કેળવણી મંડળના મંત્રી ઠાકોરભાઈ પટેલ દ્વારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટોસ ઉછાળી કરવામાં આવી હતી. જેમાં બાલાસિનોર કોલેજ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી . જે સ્પધૉમાં કોમર્સ કોલેજ ડભોઈની ટીમે ખુબ જ સુંદર બોલિંગનું પ્રદર્શન કરી બાલાસિનોર ટીમને ૧૪ ઓવરમાં 74 રનની અંદર ઓલ આઉટ કરી દીધી હતી.

જેમાં કોમર્સ કોલેજ બીજા દાવમાં ખુબ સરસ રમતનું પ્રદર્શન કરતા 16 મી ઓવરમાં ત્રણ વિકેટ મેચ જીતી લીધી હતી.સ્પર્ધાના અંતે વડોદરા જિલ્લાના કેળવણી મંડળના સહમંત્રી મુકેશભાઈ વસઈવાલા સાહેબના હસ્તે વિજેતા તથા ઉપવિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ ઉપ-પ્રમુખ દિલીપભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ તથા સહ મંત્રી મુકેશભાઈ વસઈવાલા સાહેબ કોલેજના આચાર્ય ડૉ. કેયુરભાઈ કે .પારેખ કોલેજના શારીરિક શિક્ષણના પ્રોફેસર ડૉ.સાગરભાઈ દેસાઈ તથા કોલેજના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારી ગણ દ્વારા વિજેતા ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તથા આગળની સ્પર્ધા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન નેશનલ ક્રિકેટ સ્પર્ધા કોટા રાજસ્થાન ખાતે યોજાનારછે જેમાંમાં ખુબ સારો દેખાવ કરી યુનિવર્સિટી તથા કોલેજનું નામ ઉજ્વળ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular