HomeUncategorizedવૈષ્ણવાચાર્ય ડો. વાગીશકુમાર મહારાજશ્રીની ઉપસ્થિતિમાં પાટણ ખાતે દ્વિદિવસીય વિવિધ કાર્યક્રમો યોજાયાં

વૈષ્ણવાચાર્ય ડો. વાગીશકુમાર મહારાજશ્રીની ઉપસ્થિતિમાં પાટણ ખાતે દ્વિદિવસીય વિવિધ કાર્યક્રમો યોજાયાં

પાટણથી પટોળા મોંઘા લાવજો એમ સુપ્રસિદ્ધ પાટણના ધાર્મિક ઐતિહાસિક જોવાલાયક પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પૂજ્યશ્રીનું આગમણ થતાં આજ વલ્લભ પધાર્યા મારે આંગણે, એમ પૂજ્યશ્રીનું રંગે ચંગે સ્વાગત પાટણના વૈષ્ણવજનો – નગરવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવેલીમાં શ્રીકૃષ્ણ ભંડારના નવીન મકાનનાં ખાતમુહૂર્ત પૂજ્યશ્રીના કરકમલોદ્વારા શાસ્ત્રોકત વિધિ મંત્રોચ્ચાર દ્વારા કરી નીવ કી ઇંટ મૂકીને પાયામાં પૂજા વિધિ કરવામાં આવી હતી.

ઉપરાંત પૂજ્યશ્રીના સાનિધ્યમાં પ્રભુનાં અલૌકિક દિવ્ય મનોરથ દર્શન ચાંદીના બંગલા, દિપદાન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, સંગીત સંધ્યા , અલૌકિક કાર્યક્રમ યોજાયો. બ્રહ્માકુમારી સંસ્થાના અગ્રણીઓ , ડો. વ્યોમેશ શાહ, યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ આર .આર .રાવલની ઉપસ્થિતિમાં તપસ્વી યુગલ સમારોહ અને પિયુષભાઈ આચાર્ય દ્વારા લેખિત સનાતન સંસ્કૃતિના પ્રતિકો, પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રી એ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ વિશ્વમાં એક ઓળખ છે. એનો વારસો ટકાવી રાખવા માટે આપણે સૌએ એક મેક થઈને ભગીરથ પ્રયાસો કરવા જરૂરી. આ તબક્કે ઉપસ્થિત મહાનુભવો દ્વારા પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતાં. ઉપસ્થિત મહાનુભવોનું પૂજ્યશ્રીના કરકમલો વડે બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવોએ પૂજ્યશ્રીના ચરણસ્પર્શ દંડવત પ્રણામ કરી ભાવવિભોર બન્યાં હતાં.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular