HomeUncategorizedહઝરત રોશનશહિદ અને ગૈબનશહિદ નો ઉર્ષ ૧૦ અને ૧૧ જાન્યુઆરી એ યોજાશે

હઝરત રોશનશહિદ અને ગૈબનશહિદ નો ઉર્ષ ૧૦ અને ૧૧ જાન્યુઆરી એ યોજાશે

ડભોઈ વડોદરા એસ.ઓ.યુ માર્ગ પર કેલનપુર નજીક જામ્બા નદી ના તટ પર આવેલ હિન્દુ મુસ્લિમ એકતા ના પ્રતિકો અને જયાં જરુર પોતાની મનોકામનાઓ લઇને આવે છે અને ફૈઝ પ્રાપ્ત કરે છે એવા હઝરત રોશન શહિદ અને ગૈબન શહિદ બાબા ની દરગાહ નો ઉર્ષ ૧૦/૧/૨૦૨૫ અને ૧૧ /૧/૨૦૨૫ ના રોજ ઉર્ષ ઉજવવામા આવશે


ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ કેલનપુર જામ્બા નદી ના કિનારે આરામ ફરમાવી રહેલા રોશન શહિદ અને ગૈબન શહિદ દરગાહ પર પ્રતિવર્ષ જેમ આ વર્ષે પણ આ ઉજવવામ આવશે જે બાબતે જાણકારી આપતા દરગાહ ના ખાદીમ ઈકબાલ જોની જણાવેલ કે ૧૦ જાન્યુઆરી એ સંદલ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ઉર્ષ ઉજવવામા આવશે આ ઉર્ષ મા હિન્દુ મુસ્લિમ મોટી સંખ્યામા ભાગ લે છે અને કોમી એકતા ના પ્રતિક માનવામા આવે છે સંદલ શરીફ અસર ની નમાઝ પછી સૈયદ જુનેદ અલી બાપુ કિશાન નગર થી નિકળી દરગાહ ખાતે આવશે જે દરગાહ ખાતે ચાદર ચઢાવવામા આવશે આ પ્રસંગે કેલનપુર ના સરપંચ રાજુભાઈ , ડેપ્યુટી સરપંચ સંજય ભાઇ દરબાર અને તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ જયોત્સના બેન પ્રતાપ સિંહ વાધેલા ,અને સૈયદ સોહેલ બાપુ ઉર્ષ ને સફળ બનાવવા અથાક પ્રત્યનો કરી રહ્યા છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular