
વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના અ.હે.કો.ભુપતભાઇ વિરમભાઇ, અ.હે.કો. ખોડાભાઇ રાણાભાઇ, એ.એસ.આઇ. કનુભાઇ ભારસીંગભાઇ, અ.પો.કો. હરીચંન્દ્રસિંહ નટવરસિંહ, અ.હે.કો. પ્રવિણસિંહ રણવીરસિંહ જેઓ વડોદરા- કરજણ નેશનલ હાઇવે નંબર ૪૮ ટોલનાકા પાસે રામદેવ હોટલની સામે વાહન ચેકીંગની કામગીરીમાં હતા.


તે સમય દરમિયાન ભરૂચ તરફ થી વડોદરા તરફ આવતી શંકાસ્પદ ટ્રક નં MH-40-AK-7811ને રોકી તલાસી લેતાં તેમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ ૩૬૩ કુલ બોટલ નંગ-૬૪૫૬, કુલ કિ.રૂા.૧૮,૬૭,૧૫૨/-નો મુદામાલ અને અંગ જડતી કરતા મોબાઇલ ફોન નંગ-૦૩ જેની કિ.રૂા.૧૫૦૦૦/- તથા ટેલર નંબર MH-40-AK-7811જેની કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/- તથા ટેન્કરના કાગળોની ફાઇલ તથા GPRS કી.રૂ. ૫૦૦૦/- આમ કુલ રુપિયા ૩૩,૮૭,૧૫૨/- ના મુદ્દામાલ સાથે ચાલક પ્રમોદ ઉકડરાવ રમધમ રહે.આજંડોહ તા.કારંજા જી.વરઘા મહારાષ્ટ્ર તથા કલીનરે પોતાનુ નામ અજય રમેશ ઉઇકે રહે. મરકસુર તા.કારંજા જી. વરઘા મહારાષ્ટ્ર નાઓ પકડાઇ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેલરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુનીલ નામના ઇસમ ને પહોંચાડવાનો હતો. જે ક્યાં પહોંચાડવાનો તે સરનામું આપેલ નહોતું. જેથી તમામ વિરૂધ્ધમા પ્રોહી એક્ટ કલમ ૬૫ એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(સી) મુજબની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
