
ડભોઈ એકતા નગર રેલ્વે માર્ગ ઉપર ઓરસંગ નદીના બ્રીજ ઉપર ૧૧ વર્ષીય દિપડાનુ ટ્રેનની અડફેટે કરુણ મોત નિપજયુ છે.જેને પગલે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. આ અંગે રેલ્વે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃત દીપડાનો કબ્જો મેળવી ડભોઇ પશુ હોસ્પિટલ ખાતે પીએમની તજવીજ હાથ ધરી હતી. તે બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

ડભોઈ તાલુકા એકતા નગર રેલ્વે માર્ગ ઉપર ઓરસંગના બ્રીજ નજીક ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે મોત નિપજયુ છે. આ સમગ્ર બનાવની જાણ ડભોઈ વન વિભાગને થતા વન વિભાગની ટીમ ધટના સ્થળે આવી વન વિભાગ ની કચેરી એ લાવી પોષ્ટમોર્ટમ કરી મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ડભોઈના ઓરસંગ બ્રીજ ઉપર દશ દિવસમાં બીજો કિસ્સો દિપડાના મોતનો બહાર આવ્યો હતો.

વારંવાર બનાવ બન્યા પછી પણ તંત્ર રાહ સેવી રહ્યું
આ સમગ્ર ઘટના બનતા વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે અમે રેલ્વે તંત્રને પિંજરા મુકીશું. પરંતુ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ સ્થળ ઉપર વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે.જેને લઈને રેલ્વેએ પણ આ અંગે ઘટતું કરે તેવી અપીલ કરી હતી. વારંવાર આવા મૂંગા જાનવરોનું મોત થતું હોય છે તો કેમ વન વિભાગના અધિકારીઓ અરજીની રાહ જોઈને બેઠા છે, કે પછી બીજો કોઈ દીપડો મરી જશે ત્યારે જ પિંજરા મુકાશે.
બ્રિજની ફરતે ફેન્સીંગ ઊભી કરવાની વ્યવસ્થા જરૂરી
એક જ સ્થળે દીપડાના મોતની વારંવાર ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે. વન વિભાગ અને રેલ્વે તંત્ર સાથે મળી બ્રિજ ફરતે ફેન્સીંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં કરે તો હજુ પણ વધારે દીપડાના મોતને ભેટવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

વન વિભાગ – રેલ્વે તંત્રે સલામતીના પગલાં લેવા જોઈએ
ડભોઈ તાલુકાના ઓરસંગ પટ માં ચાલતી ચર્ચા મુજબ વન વિભાગ ધ્વારા દિપડાની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામા આવે ડભોઈ તાલુકાના ગરમ વાતાવરણ માંથી દિપડા ઓ ને અનુકુળ વાતાવરણ માં સ્થળાંતર કરવાની માંગ ઉઠવા પામી આમ સરેસાર ત્રીજા દિપડાનુ મોત ટ્રેનની અડફેટે થયુ છે. વન્યપ્રાણીઓના ચાહકોની માંગ છે કે ટ્રેન ઓરસંગ બ્રીજ પર થી પસાર થાય તે પહેલા બે પાંચ કિલોમીટર દુર થી સતત હોર્ન મારવામા આવે કે પછી ટ્રેન ની ઝડપ ધટાડવામા આવે ડભોઈના વન વિભાગના અધિકારી ઓ ઓરસંગ ગામડી પટના દિપડાઓ માટે સલામત જગ્યા માટે સખત પગલા ભરવા જોઈ