HomeUncategorizedવડોદરા જિલ્લામાં નાયબ શ્રમ આયુક્ત દ્વારા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સૂચના

વડોદરા જિલ્લામાં નાયબ શ્રમ આયુક્ત દ્વારા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સૂચના

વડોદરા જિલ્લાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ રવિવારના રોજ સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજે ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ – ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા નાયબ શ્રમ આયુક્ત, વડોદરા વિભાગની એક યાદીમાં જણાવાયું છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular