Homeकारोबारવડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ દ્વારા ક્રિકેટ...

વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

આજરોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણની સાથે સાથે રમતગમતનું જ્ઞાન પણ મેળવવું જરૂરી છે. વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકોને અન્ય ક્ષેત્ર આપવામાં આવે છે તેમજ રમતગમત ક્ષેત્રે પણ જ્ઞાન આપવામાં આવે છે.

વિડિયો જોવા માટે ઉપર ક્લીક કરો.☝️☝️☝️☝️

જે પૈકી આજરોજ એક જ ટુર્નામેન્ટની આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટા ભાગ ની લો કોલેજો ના વિદ્યાર્થીઓ એ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.જેમાં દેવરાજ લો કોલેજ,કોટમ્બી લો કોલેજ,બાલાજી લો કોલેજ ,તેમજ ડભોઇ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ની ટીમો એ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો.સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ઓફ ડભોઇ તેમજ અન્ય લો કોલેજ સ્ટાફના સંયુક્ત પ્રયાસ થી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત ભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લો કોલેજના વિધાર્થીઓને આયોજનમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ લો કોલેજ દ્વારા ક્રિકેટ મેચનું સફળ આયોજન કર્યું છે અને આવનારા સમયમાં પણ આજ પ્રકારના આયોજન કરવામાં આવશે.આજની આ ટુર્નામેન્ટની મેચમાં ચાર ટીમો વચ્ચે જંગ ખેલાયો હતો હ. જેમાં વિજેતા ટિમને મોમેનટો અને તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી તેઓનો ઉત્સાહ વધારવા આવશે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular