Homeकारोबारડભોઇ વેગા ચોકડી પાસેની પ્રિયા હોટલનાં માલિકે ગેરકાયદેસર દબાણો કરતાં કોમ્પ્લેક્સના બિલ્ડરો...

ડભોઇ વેગા ચોકડી પાસેની પ્રિયા હોટલનાં માલિકે ગેરકાયદેસર દબાણો કરતાં કોમ્પ્લેક્સના બિલ્ડરો પહોંચ્યાં હાઇકોર્ટમાં – હાઇકોર્ટ દ્વારા સંબંધિતોને જારી કરાઈ નોટિસો

ડભોઇ નજીક વેગા ચોકડી ખાતે આવેલ સોમનાથ રેસી કમ પ્લાઝાના બિલ્ડરો રમેશ દોલતરામ ભોજવાણી અને એચ.વી. શાહ દ્વારા કોમ્પ્લેક્સમાં આવેલ પ્રિયા હોટલ પૈકીની દુકાન નંબર 13 અને 14 ના માલિક પ્રિયાબેન અનિલ કુમાર ક્ષત્રિય દ્વારા ગેરકાયદેસર દબાણ અને બાંધકામ, તેમજ પતરાના શેડ ઊભા કરી શોપિંગની સહિયારી મિલકતોમાં દબાણ કરતાં આ બિલ્ડરો હાઇકોર્ટમાં પહોંચ્યા છે અને સિવિલ એપ્લિકેશન નંબર ૨૦૮૯/૨૦૨૫ દાખલ કરી દાદ માંગવામાં આવી છે.

જેથી નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા (૧) સેક્રેટરી પંચાયત અને રૂલર હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર. (૨) કલેકટરશ્રી, વડોદરા (૩) ડીડીઓ, જિલ્લા પંચાયત, વડોદરા (૪) દુકાન નંબર 13 અને 14 ના માલિક પ્રિયાબેન અનિલ કુમાર ક્ષત્રીય (૫) પી.આઈ. ડભોઈ પોલીસ સ્ટેશન (૬) મામલતદારશ્રી, ડભોઇને નોટિસ જારી કરાઈ છે. જેથી સંબંધિતોમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ દબાણકર્તા ઈસમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને આવા દબાણો કરતા ઈસમો પણ ગભરાયા છે.


ડભોઈ વેગા ચોકડી ખાતે આવેલ સોમનાથ રેસી કમ પ્લાઝાની જગ્યાને 2007 – 08 માં રહેણાંક અને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતીનો હુકમ કરી આપવામાં આવેલ અને નગર નિયોજનની કચેરી વડોદરા દ્વારા 2004 માં આ શોપિંગના નકશાને મંજૂરી આપવામાં આવી હતી. મંજુર થયેલ નકશા મુજબ સહિયારી મિલકત, એટલે કે કોમન પ્લોટ, રોડ રસ્તા, અને માર્જિનની જગ્યાઓ વેચાણ રાખનાર દુકાનદારે જાહેર હેતુ માટે ખુલ્લી રાખવાની હોય છે. પરંતુ આ શોપિંગની દુકાન નંબર 13 અને 14 ના માલિક પ્રિયાબેન અનિલ કુમાર ક્ષત્રીય દ્વારા કેટલીક જગ્યાઓમાં કાચું પાકું બાંધકામ કરી, ઈટોની દિવાલ અને પતરાના શેડ ઊભા કરી દેવામાં આવ્યાં હતાં અને આ જગ્યાઓ અન્ય ત્રાહિતોને ભાડે આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે અંગેની જાણ આ શોપિંગના બિલ્ડરને થતાં આ બિલ્ડરોએ આર્ટિકલની કલમ 226, 227 હેઠળ પોતાનાં વિદ્વાન વકીલ દ્વારા સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે અને આ સિવિલ એપ્લિકેશન દાખલ થતાં વિદ્વાન ન્યાયાધીશે સંબંધિતોને નોટીસો જારી કરી આગામી સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કરેલ છે અને આ અંગેની કાર્યવાહી બાબતે બિલ્ડરો દ્રારા વર્તમાન પત્રોમાં પણ જાહેર સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જેથી આ દબાણ કરતા ઇસમમાં ફ્લાટ ફેલાઈ જવા પામ્યો છે અને આ જગ્યાઓ ભાડે લેવા માગતા કે ભાડે લીધેલ વ્યક્તિઓ પણ ગભરાઈ ચૂક્યા છે. હવે જોવાનું એ રહે છે કે, આવાં જાગૃત બિલ્ડરો દબાણ કર્તા ઈસમ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યાં છે તો શું ડભોઈ પંથકમાં આવેલાં આવાં બીજાં કોમ્પલેક્ષોમાં પણ આવાં ગેરકાયદે દબાણો કરનાર ઈસમો ઉપર પણ તેની શું અસર થાય છે અને આ સિવિલ એપ્લિકેશનમાં આગામી તારીખમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે કેવાં હુકમો કરે છે તે અને સંબંધિત અધિકારીઓ પણ કેવી કાર્યવાહી કરે છે તે પણ હવે જોવું રહ્યું.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular