Homeकारोबारદેશભરમાં છોટાઉદેપુર જિલ્લાનું નામ ગુંજતુ કરતાં ડુંગરવાટ પંચાયતનાં સરપંચ- નવી દિલ્હી ખાતે...

દેશભરમાં છોટાઉદેપુર જિલ્લાનું નામ ગુંજતુ કરતાં ડુંગરવાટ પંચાયતનાં સરપંચ- નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શકતિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સરપંચ ડો.બીનાબેન રાઠવાને બેસ્ટ લર્નરનો અપાયો એવોર્ડ

તારીખ ૨૨/૦૪૨૦૨૫ને મંગળવારના રોજ નવી દિલ્હી ખાતે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, ઓડિટોરિયમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સરપંચ સંવાદ તથા જલ શક્તિ મંત્રાલયના સહયોગથી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં દેશભરનાં જુદાં જુદાં રાજ્યોમાંથી આશરે ૨૦૦ જેટલાં સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર .પાટલી સાહેબ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમાં ભારતના ગ્રામીણ વિસ્તારમાં જન ભાગીદારીના માધ્યમથી પાણીની સુરક્ષા તથા સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે તેની વિશેષ ચર્ચા કરવામાં આવી. તેમજ સ્વચ્છ અને સુજલ ગામની સાથે વિકસિત ભારતનું નિર્માણ કઈ રીતે કરવામાં આવે તેની ઉપર ચર્ચા કરવામાં આવી તથા આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચોને વિવિધ પ્રકારના કુલ ૨૯ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમાં (૧) સ્ટાર સરપંચના ૧૦ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં. તેમાં એક એવોર્ડ કાછડીયા શોભનાબેન રોહિતભાઈ ઢોલરા જૂથ ગ્રામ પંચાયત, રાજકોટ (૨) વોટર લીડર એવોર્ડ આપવામાં આવ્યો તેમાં ચૌધરી કલ્પનાબેન કાછેલ જૂથ ગ્રામ પંચાયત, સુરત (૩) સેનેટાઈઝન લીડરના ૪ એવોર્ડ આપવામાં આવ્યાં તેમાં મકવાણા દક્ષાબેન કાંગસિયારી જૂથ ગ્રામ પંચાયત, રાજકોટ (૪) બેસ્ટ લર્નરના ૧૦ એવોર્ડ આપવામાં આવ્યાં તેમાં એક એવોર્ડ ડો.બીનાબેન શૈલેષભાઈ રાઠવા, ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયત, છોટાઉદેપુરને એનાયત કરવામાંઆવ્યો હતો.

આમ, કુલ ૨૯ એવોર્ડ આપી દેશભરના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યાં. એમાંથી ૪ એવોર્ડ ગુજરાતને આપવામાં આવ્યાં હતાં. તેમાં એક એવોર્ડ રાજયનાં અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાનાં પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામના સરપંચને આપવામાં આવ્યો હતો, જે બદલ ક્યુ.સી.આઈ.ના ચેર પર્સન જકશા શાહ તથા જલ શક્તિ મંત્રાલયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular