Homeकारोबारવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે ૩૨ વર્ષીય યુવકની લાશ મળી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે ૩૨ વર્ષીય યુવકની લાશ મળી

જાણવા મળતી માહિતી મુજબ વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા રાહુલ રાજેન્દ્રકુમાર સોનીની હત્યા થયેલી લાશ સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે રહસ્યમય સંજોગોમાં મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ ઉપર બાઈક સાથે 32 વર્ષના યુવાનની ઓળખ રાહુલ રાજેન્દ્રકુમાર સોની સુભાન પુરા વડોદરા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Oplus_131072

સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સમગ્ર ઘટના બનતા પોલીસોના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશ ઉપર કબજો મેળવી વડોદરાની સયાજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા.હાલ હત્યાનું કારણ અને કોને અને કેવી રીતે કરી જે અંગે તપાસ ચાલુ કરી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular