
સમગ્ર ગુજરાત રાજયમાં કોંગ્રેસ સંગઠનને અસરકારક અને પ્રભાવશાળી બનાવવા માટે હાલ સમગ્ર રાજ્યમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહયું છે, જે અંતર્ગત આજરોજ ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકસભા સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠન પ્રભારી કુલદીપ ઇન્દોરાજી અને ડભોઇના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન સિદ્ધાર્થભાઈ પટેલ અને પ્રદેશ સમિતીના પ્રભારી જગદીશ પટેલ, ડૉ. પલક વર્મા, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી ઉત્સાહિત કરી સંગઠનને લગતાં પ્રશ્નનોનું નિવારણ લાવવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ડભોઈ વિધાનસભા મત વિસ્તારનાં વિવિધ પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કોંગ્રેસ પાર્ટી આવનાર દિવસોમાં આગામી ચૂંટણીઓમાં ખૂબ સારો દેખાવ કરે તે માટે સૌ કૃતનિશ્ચયી બન્યાં હતાં અને સમગ્ર કાર્યક્રમને અંતે સૌ કાર્યકરોએ સાથે મળી સ્વરૂચી ભોજન પણ લીધું હતું.