Homeकारोबारમધ્ય ગુજરાત વીજ કંપનીની વિભાગ કચેરી, ડભોઇ ખાતે સત્યનારાયણની કથા યોજાઈ

મધ્ય ગુજરાત વીજ કંપનીની વિભાગ કચેરી, ડભોઇ ખાતે સત્યનારાયણની કથા યોજાઈ

ભાદરવા સુદ નોમના દિવસે વર્ષોની પરંપરા મુજબ મધ્ય ગુજરાત વીજ કંપનીની વિભાગીય કચેરી ડભોઇ ખાતે ભાદરવા સુદ નોમને ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ કલાકે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રૂપાલીબેન ઝવેરીના નેજા હેઠળ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તિ સભર માહોલ સર્જાયો હતો.

આ પવિત્ર પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપનીનો સમગ્ર સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો અને કથાની પૂર્ણાહુતિ બાદ પ્રીતિ ભોજન – પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપનીનો સમગ્ર સ્ટાફગણ, ટેકનિકલ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular