Homeकारोबारડભોઈ નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ અને સ્વછતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત...

ડભોઈ નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ અને સ્વછતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારને પ્રમામણપત્ર એનાયત કરાયાં

Oplus_131072

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં

આજરોજ ૨ જી ઓક્ટોબરે ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિની ઉજવણીનો પ્રસંગ છે. તેમજ હાલ ચાલતાં ” સ્વછતા હી સેવા કાર્યક્રમ – ૨૦૨૪ ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ થીમ ઉપર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. આ ઉજવણી અન્વયે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને નાગરિકોને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ નગર પાલિકા તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો. તા. ૦૨/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે લેઉવા પટેલ વાડી, શિનોર ચોકડી, ડભોઇ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં. ડભોઈ ( દર્ભાવતી) નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪” અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતાને લગતાં કાર્યક્રમો પાલિકા તંત્ર દ્વારા કાર્યક્રમો યોજાયાં હતાં. તેમાં વિવિધ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતાં.


આ પ્રસંગે ડભોઇ ( દભૉવતિ)ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચૂંટાયેલા સભ્યો, કાયૅકતાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular