
ડભોઇ- દભૉવતિ નગરીમાં છેલ્લા 72 વર્ષથી કાર્યરત આદર્શ કલાની કેતન (સંગીતશાળા) સંસ્થા દ્વારા ડભોઇ નગર અને તાલુકાના વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.આ સંસ્થાનો આજરોજ વિજયાદશમીના દિવસે સ્થાપના દિન હોવાથી વિજયાદશમી અને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંગીત ક્ષેત્રે રાજ્ય કક્ષા સુધી પહોંચેલા વિદ્યાર્થીઓએ પણ આ જ સંસ્થામાંથી અભ્યાસ મેળવીને પોતાની કારકિર્દી પણ બનાવી છે ત્યારે સંસ્થાના શિક્ષકોએ આ વિદ્યાર્થીઓને સંગીત ક્ષેત્રે શિક્ષણ પૂરું પાડ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણીમાં મંત્રી દિનેશ ભાઈ, આચાર્ય જયેશ ભાઈ, શિક્ષક હરેશ શુકલ, વાસુદેવ ચોકસી ,રોશની મેડમ વૈષ્ણવી,મિલનભાઈ નટુભાઈ તરફથી તેમજ સંગીત વિધાલયના સભ્યો પ્રકાશભાઈ, બાબુભાઈ જૈન ,મૌલિક ભાઈ, પિનલભાઈ, સુધાબેન તેમજ વિધાર્થીઓ ઉપસ્થિતિમાં
૭૨માં વર્ષની સ્થાપના દિવસ ઉજવાયો સંગીત વિધાલયના પ્રમુખ અતુલભાઈ ,ઉપપ્રમુખ રતનેશભાઈ ,સહમંત્રી કાંતિભાઈ ,સંગીત વિધાલયના સભ્યો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી એ શુભેચ્છા પાઠવી હતી.
