
મૉ યમુનાજી સ્વરૂપ અમ્માજી, તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૭ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી, વંદનીય વહુજી મહારાજ, કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય, અનેકવિધ વલ્લભ કુળ વૈષ્ણવાચાર્યશ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં કેવડાબાગ બેઠક મંદિર ખાતે કારતક વદ નોમ તારીખ. ૨૪) ૧૧/૨૦૨૪ને રવિવારના રોજ અબોલ પશુપ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્યશ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીના જન્મોત્સવ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે,જે અંતર્ગત સવારના ૧૦:૦૦ કલાકે સુવર્ણના પલ્લામાં શ્રીજીના અલૌકિક દર્શન, રાજભોગમાં હટડીનો મનોરથ દર્શન, બપોરના ૧૨:૦૦ કલાકે પૂજ્યશ્રી વેદાંતકુમારજી મહોદયશ્રીનું માકૅન્ડેય પૂજન, બપોરના ૧:૩૦કલાકે પૂજ્ય શ્રી ને કેસર સ્નાન , શયનમાં ૬:૦૦કલાકે દીપ દાન મનોરથના દર્શન યોજાશે સકલ વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને અલૌકિક લ્હાવો લેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
