
ગુજરાતને શર્મશાર અને કલંકિત કરનાર ઘટના ગોધરાકાંડની વાસ્તવિકતાને લોકો સુધી ઉજાગર કરતી ફિલ્મ ‘ધ સાબરમતિ રીપોર્ટ’ ને સાથે મળી નિહાળવામાં આવી
પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પાવીજેતપુર વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો અને ઉંડાણના અંતરિયાળ ગામોનાં ગ્રામજનો સાથે આજરોજ પોતાના નિવાસસ્થાન પાણીબાર ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ ધારાસભ્ય જયંતિભાઈ તેમજ કાર્યકરોએ ફિલ્મની પ્રસંશા કરી હતી. અને ફિલ્મ નિર્માતાને બિરદાવ્યા હતાંબ.
અંત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડ ઉપર બનેલી આ ફિલ્મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુહ મંત્રી અમિત સાહએ પણ વખાણ કર્યા છે. તે બાદ આ ફિલ્મને કર મુક્ત પણ કરી છે.
આ અવસરે છોટાઉદેપુર જિલ્લા પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદ ભાઈ રાઠવા, જિલ્લા સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકાના પ્રમુખ મુકેશભાઈ રાઠવા , પાવીજેતપુર તાલુકા સંગઠન પ્રમુખ કીરણભાઈ રાઠવા, જયમીનભાઈ, ભરતભાઈ તેમજ વિસ્તારના આગેવાનો, આસપાસના ગામોના સરપંચ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.


આતંકી ઘટનાના ભોગ બનેલા લોકોને ન્યાય મળે અને દેશમાં કોમી ભાઈચારો બન્યો રહે તે માટે ખૂબ સુંદર ફિલ્મની રચના કરવામાં આવી છે. જે તમામ ગુજરાતીઓ અને તમામ ભારતીયો નિહાળે અને સત્યતા સમજે અને સાજિશનાં ભોગ બનેલ અયોધ્યાથી મહાયજ્ઞ કરી પરત ફરી રહેલા કારસેવકો, ભક્તો, યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ મળે તે માટે જરુર પરીવાર, મિત્રો સાથે આ ફિલ્મ નિહાળવી જોઇએ. તેવું આ ફિલ્મ નિહાળનારા તમામે જણાવ્યું હતું.