
શ્રી ડભોઇ દશાલાડ ન્યાત સમસ્ત ડભોઇ દ્વારા જ્ઞાતિના યુવા ક્રિકેટરોની સ્પર્ધાત્મક ડી.એન.એસ.ડી.3-ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન મુખ્ય મહેમાન ચિરાગભાઈ મોદી, જતીન ચોકસી, હિતેશ ચોક્સી, રાજેન્દ્રભાઈ મોદી, પ્રતિક. કે.શાહ બોર તલાવવાળાની મંગલમય ઉપસ્થિતિમાં દ્વિ દિવસીય તારીખ. ૧૧/૧૨/૨૫ ને શનિવાર -, ૧૨/૦૧/૨૫ને રવિવારનાં રોજ સવારે ૮:૦૦ કલાકે ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ, આઈ.ટી.આઈ કોલેજની પાછળ, ડભોઇ ખાતે યોજાનાર હોવાનું પ્રમુખ રાજુભાઈ બોર તલાવવાળા, મંત્રી હર્ષદભાઈ કવાંટવાળા અને તમામ હોદ્દેદારો, દ્વારા જણાવેલ છે. ટુર્નામેન્ટની ટ્રોફી વિતરણ તારીખ ૧૨/૦૧/૨૫ રવિવારના રોજ ફાઇનલ મેચનાં નિર્ણય બાદ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે. તો ડભોઇ દશાલાડ સમાજનાં ક્રિકેટ પ્રેમીઓએ ઉપસ્થિત રહેવા પ્રમુખ રાજુભાઈ બોર તલાવવાળાએ જણાવેલ છે.

