Homeकारोबारમણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિવિધ ગામે શૈક્ષણિક કીટ વિતરણ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિવિધ ગામે શૈક્ષણિક કીટ વિતરણ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી કલોલ પાસેના કરજીસણ ગામે પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના ધોરણ ૧ થી ૧૦ ના ૩૭૦ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા -નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પાસે આવેલા ટીકર ગામે ૩૫૦ વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાના દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધંધુકા પાસેના ગલસાણા ગામે ૪૯૦ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા, દફતર, કંપાસ, રાઇટીંગ પેડ, પેન રાખવાનું પાઉચ, કલર બોક્સ, પેન્સિલ બોક્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તમામ વસ્તુઓના યજમાન મણિલાલ હીરદાસ પટેલ પરિવાર ગામ મોખાસણના હતા.
પૂજનીય સંતોએ ભણતર અને ગણતર ઉપર ભાર મૂકીને જીવન સોનામાં સુગંધ ભળે તેવું બનાવવા પ્રેરણા આપી હતી અને સુખી થવાનો એક જ માર્ગ છે આ લોકની વિદ્યા અને પરલોકની વિદ્યા અવશ્ય ભણવી જોઈએ. કારણકે અભણ અને આંધળો બંને સરખા છે અને નિર્વ્યસની જીવન જીવવું એ જ નિર્વિઘ્ન સાચી પ્રગતિનો માર્ગ છે. આ સુબોધ આપીને દેશ ગૌરવ લે તેવા કાર્યો કરવાની પ્રેરણા સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular