HomeUncategorizedભરૂચમાં પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા - રેસ્ટોરન્ટ સામે...

ભરૂચમાં પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા – રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી

ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એ.બી.રાઠવા સહિત ની ટીમે ચેકિગ હાથ ધર્યું

ભરૂચમાં શ્રવણ ચોકડી નજીકની એક રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા અને હાડકીઓ નીકળતા ગ્રાહકે ફોટા વાઇરલ કયૉ હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ આજે સ્થળ વિઝીટ કરતા એક જ રસોડામાં એક જ જગ્યાએ વેજ અને નોનવેજની વાનગીઓ તૈયાર થતી હતી.જેથી આવા દ્રશ્યો જોતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

સબ્જીમાંથી ચિકનનાં ટુકડા અને હાડકીઓ

ભરૂચ જિલ્લામાં મોટી મોટી રેસ્ટોરન્ટ આવેલી છે.જેમાં કેટલીક રેસ્ટોરન્ટનિતો નામ બગડે દર્શન છોટે’ જેવો ઘાટ જોવા મળ્યો છે. શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચિટ્ટૂનાડું રેસ્ટોરન્ટમાં એક પરિવાર ભોજન માટે ગયો હતો ત્યારે તેમણે પનીરની સબ્જી મંગાવી હતી. પનીરની સબ્જી આરોગતા પનીર સાથે ચિકનનાં ટુકડા અને હાડકીઓ નીકળતા જ સ્વાદ ફિક્કો પડી ગયો હતો.જેથી પરિવાર ગુસ્સો થયો અને વેઇટરોને બોલાવી આ અંગે જાણ કરતા ભૂલ પણ સ્વીકારી હતી‌.આ બાબત બહુ ગંભીર હોવાથી તેઓએ રેસ્ટોરન્ટમાં જ જે ડીશમાં પનીરની સબ્જી સાથે ચિકનનાં ટુકડા આવ્યા હતા તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરીને શ્રી ઋષિ ચિટ્ટૂનાડું રેસ્ટોરન્ટમાં ન જવા માટે અપીલ કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિઝીટ બાદ રેસ્ટોરન્ટ બંધ કરાવ્યા આપી નોટિસ

ભરૂચનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાના ઉચ્ચ અધિકારીઓ શ્રી ઋષિ ચિટ્ટૂનાડું રેસ્ટોરન્ટની વિઝીટ કરવા પહોંચી ગયા હતા અને જ્યાં વાનગીઓ તૈયાર થાય છે ત્યાં તપાસ કરી હતી.તે દરમિયાન, રસોડાની અંદર વેજ અને નોનવેજ વાનગીઓ એક જ જગ્યાએ તૈયાર થતી હોય અને ડ્રેનેજ લાઈનો પણ ખુલ્લી હોય અત્યંત ગંદકીનાં સામ્રાજ્ય વચ્ચે વાનગીઓ તૈયાર થતી હતી.જે દ્રશ્યો જોઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક રેસ્ટોરન્ટને બંધ કરી નોટિસ ફટકારી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular