
આણંદ જિલ્લાના વાસદ નજીક મહિસાગર નદીમાં એકજ પરિવારના માછીમારી કરતા સમયે એકાએક અકસ્માત સર્જાયો હતો અને બોટ પલટી ગઈ હતી. જેથી એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. બોટ પલ્ટી જતાં પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર ડૂબવા લાગ્યા હતા. જે જોતા તેઓને બચાવવા ગયેલા પિતા નગીનભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેથી એકજ પરિવારના આ ત્રણેયના મોત થતાં તેઓના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. તેમજ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ ત્રણેયના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે વાસદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

