HomeUncategorizedવડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૧૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે બે ઈસમની...

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૧૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે બે ઈસમની કરી અટકાયત

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના અ.હે.કો.ભુપતભાઇ વિરમભાઇ, અ.હે.કો. ખોડાભાઇ રાણાભાઇ, એ.એસ.આઇ. કનુભાઇ ભારસીંગભાઇ, અ.પો.કો. હરીચંન્દ્રસિંહ નટવરસિંહ, અ.હે.કો. પ્રવિણસિંહ રણવીરસિંહ જેઓ વડોદરા- કરજણ નેશનલ હાઇવે નંબર ૪૮ ટોલનાકા પાસે રામદેવ હોટલની સામે વાહન ચેકીંગની કામગીરીમાં હતા.

તે સમય દરમિયાન ભરૂચ તરફ થી વડોદરા તરફ આવતી શંકાસ્પદ ટ્રક નં MH-40-AK-7811ને રોકી તલાસી લેતાં તેમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ ૩૬૩ કુલ બોટલ નંગ-૬૪૫૬, કુલ કિ.રૂા.૧૮,૬૭,૧૫૨/-નો મુદામાલ અને અંગ જડતી કરતા મોબાઇલ ફોન નંગ-૦૩ જેની કિ.રૂા.૧૫૦૦૦/- તથા ટેલર નંબર MH-40-AK-7811જેની કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/- તથા ટેન્કરના કાગળોની ફાઇલ તથા GPRS કી.રૂ. ૫૦૦૦/- આમ કુલ રુપિયા ૩૩,૮૭,૧૫૨/- ના મુદ્દામાલ સાથે ચાલક પ્રમોદ ઉકડરાવ રમધમ રહે.આજંડોહ તા.કારંજા જી.વરઘા મહારાષ્ટ્ર તથા કલીનરે પોતાનુ નામ અજય રમેશ ઉઇકે રહે. મરકસુર તા.કારંજા જી. વરઘા મહારાષ્ટ્ર નાઓ પકડાઇ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેલરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુનીલ નામના ઇસમ ને પહોંચાડવાનો હતો. જે ક્યાં પહોંચાડવાનો તે સરનામું આપેલ નહોતું. જેથી તમામ વિરૂધ્ધમા પ્રોહી એક્ટ કલમ ૬૫ એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(સી) મુજબની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular