HomeUncategorizedડભોઇ તાલુકાના મંડાળા નજીક પીવાના પાણીના વાલ્વમાં લીકેજ- હજારો લિટર પાણીનો વેડફાટ-...

ડભોઇ તાલુકાના મંડાળા નજીક પીવાના પાણીના વાલ્વમાં લીકેજ- હજારો લિટર પાણીનો વેડફાટ- તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

ડભોઇ તાલુકાના મંડાળા નજીક પાણીના પાણીના વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.એક તરફ લોકો પીવાના પાણીના વલખા મારી રહ્યા છે. ત્યારે એક તરફ પીવાના પાણીના વાલ્વના લીક થવાના કારણે વેડફાટ થઈ રહ્યો છે.પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેલ વાલને સત્વરે રીપેર કરાવવામા આવે તો આ વેડફાટ થતો બંધ થાય તેવી લોકો માંગ ઉઠવા
પામી છે.

વાલમાંથી પીવાનું હજારો ગેલન પાણી કાસમા વહી જાય છે.

ડભોઈ તાલુકાના મંડાળા પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઈન માંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાનાં અનેક ગામોમાં પીવાનું પાણી દરરોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફત મોકલવામાં આવતું હોય છે. પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળે છે.

” જલ એ જીવન” સૂત્રને ઠેસ પહોંચાડતા અધિકારીઓ

ડભોઇ તાલુકાના મંડળ નજીક પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર સત્વરે આ વાલ્વનું નિરીક્ષણ કરી યોગ્ય મરામત થતી હોય તો આવા લીક જોવા મળે નહીં. સરકાર એક તરફ જ્યારે પાણી બચાવાના અભિયાન ચલાવે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવાનું અભિયાન નિરર્થક જોવા મળે છે. આવા અધિકારીઓના કારણે સરકારની વિવિધ યોજનાઓને ઠેસ પહોંચી રહી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

Most Popular