
મુખ્યમંત્રી વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્દઘાટન કરશે- ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી પણ સાથે જોડાશે)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨જી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે વડોદરા મેરેથોનની ૧૨મી શ્રેણીને પ્રસ્થાન કરાવવાના છે. આ ઉપરાંત તેઓ વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે.


પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે નવલખી મેદાનથી પ્રારંભ થનારી વડોદરા મેરેથોનની ૧૨મી શ્રેણીને ફ્લેગ ઓફ કરાવશે. તે પૂર્વે પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી પણ ફૂલ મેરેથોનની ફ્લેગ ઓફ વિધિમાં સહભાગી થશે. વડોદરા મેરેથોનની 12મી આવૃત્તિમાં અત્યાર સુધીમાં દોઢ લાખ દોડવીરોનું રજીસ્ટ્રેશન થયું છે.

મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં દિવ્યાંગ રન અને જવાન રન નો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પાંચ કિલોમીટરની ફન રન માં જાણે કોઈ ઉત્સવ હોય તેમ જનમેદની ઉમટી પડે છે. વડોદરા મેરેથોનને વડોદરા નહિ સમગ્ર ગુજરાત, દેશની આગવી ઓળખ બની ગઇ છે અને વડોદરાના તમામ નાગરિકોની આ મેરેથોન બની ગઈ છે.
આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી વાઘોડિયા રોડ પર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્દઘાટન કરી શાળા પરિસરની મુલાકાત લેશે.
