
વાઘોડિયાના અલવા ગામે આવેલ PHC સેન્ટર પ્રથમ વરસાદે જ પાણીમાં ગડકાવ – જો કાઈ ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ ?
વડોદરા જીલ્લામાં મોડી રાતથીજ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં હતા. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડીયા ખાતે અલવા ગામે PHC સેન્ટર વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને લઈને પ્રાથમિક સારવાર લઇ રહેલા પણ ભારે ગભરાટ નો માહોલ છવાઈ ગયો હતો. તેમજ મેડિકલ સ્ટાફ પણ આ બાબતે ચિંતિત થઈ ગયો હતો

વાઘોડિયા પંથકમાં ઠેર ઠેર પાણી
ગત રાત્રિના રોજ મેઘરાજા મને મૂકીને વર્ષા ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટના સામે આવી હતી. ત્યારે કેટલાક સ્થાનિકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સ્થાનિક વહીવટી તંત્રે પ્રિમોન્સૂનની કામગીરી સામે કેટલાક સવાલો પણ ઉભા થયા હતા. સ્થાનિક સંસ્થાઓ ચોમાસાની ઋતુ શરૂ થતા પહેલા જ પ્રિમોન્સૂનની કામગીરી કરતા હોય છે. પરંતુ જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે જ તેઓની પ્રિમોન્સિમ કામગીરી એટલા પ્રકારે કરવામાં આવી છે તેનો પડદા ફાસ્ટ થતો હોય છે. પરંતુ જો આ પીએસસી સેન્ટરમાં સારવાર લઈને દર્દીઓ ને કોઈ જાનહાની થઈ હોત તો તેનું જવાબદાર કોણ ? વહીવટી તંત્ર એકબીજાના માથે ખો આપતા હોય છે. પરંતુ હાલ દર્દીઓ પાણીમાં સારવાર લઈ રહ્યા હતા અને જો કંઈક અધટીત ઘટના બની હોત તો શું થાય.
શરૂઆતના વરસાદમાં જ PHC પાણીમાં ગરકાવ
આ વર્ષની શરૂઆતમાં મોસમનો જોઈએ એટલો વરસાદ પડ્યો નથી પરંતુ વરસાદ નો માત્ર પ્રથમ રાઉન્ડ શરૂ થયો હોય તેમ છે .ત્યારે પ્રથમ વરસાદમાં જ વાઘોડિયા તાલુકાના અલવા ગામે આવેલું PHC સેન્ટર પ્રથમ વરસાદે જ પાણીમાં ગડકાવ થઈ ગયુ.
ક્વોટ :- ડૉ. કલ્પેશ પગી મેડિકલ ઓફિસર
સમગ્ર મામલે મેડિકલ ઓફિસરે ડોક્ટર કલ્પેશ પગી એ જણાવ્યું કે ગતરોજ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અમારું PHC સેન્ટર એ નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે. અલવા ગામનુ સબ સેન્ટર છે, જેને ટેમ્પરરી પી.એચ.સી સેન્ટર બનાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટના બાબતે તાલુકાને અમે જાણ કરી છે અને આ બાબતે યોગ્ય ઘટતું કરવાની તેઓ લેખિતમાં રજૂઆત કરી હતી.